પૃષ્ઠો

સોમવાર, 24 ડિસેમ્બર, 2012

મહિલાઓની સ્વરોજગારીના અભ્યાસક્રમો

મહિલાઓની સ્વરોજગારીના અભ્યાસક્રમો
.ગ્રામ્યવિસ્તારની તેમજ ગરીબ મહિલાઓને સ્વનિર્ભર કરવા ટેકનિકલ પરીક્ષા બોર્ડ દ્વારા મહિલાઓ માટે હોમ એપ્લાયન્સિસ રીપેર, ફુડ પ્રોસેસિંગ, ઇમિટેશન જ્વેલરી, કાર્ડ બોર્ડ વર્ક એન્ડ બુક બાઇન્ડિંગ, ફેશનડિઝાઇન, જરીક્રાફ્ટ એન્ડ જરદોશી વર્ક રેક્ઝીન, બેગ મેકિંગ હાઉસ કીપિંગ ગારમેન્ટ મેકિંગ અન્ડ એમ્બ્રોડરી અને ફેન્સી વર્ક જેવા નવા કોર્સ ડિઝાઇન કરવામાં આવેલા છે. જેના દ્વારા આશરે ૩૫૦૦૦ મહિલાઓમાં સ્વરોજગારી અને સ્વ.ઉદ્યોગની ક્ષમતા કેળવવામાં આવશે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમને મળતી કેન્દ્રીય પુરસ્કૃત યોજનાની ગ્રાન્ટ અંતર્ગત ચલાવવામાં આવનાર મહિલાઓના ઉત્કર્ષ માટેના ફંડ થકી આ યોજનાનું અમલરીકરણ કરવામાં આવી રહ્યુ છે.