પૃષ્ઠો

બુધવાર, 26 ઑગસ્ટ, 2020

મારા વિશે

 મારો જન્મ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામમાં મારા મોસાળમાં થયેલ.મારા પરિવારનો પરંપરાગત વ્યવસાય ખેતી અને પશુપાલન છે.મારા પિતાએ પોતે ધોરણ સાત સુધી અભ્યાસ કરી ને ખેતીનો વ્યવસાય અપનાવેલો હતો.  મારું બાળપણ દિયોદર મુકામે આનંદથી  વિત્યું છે. બાળપણમાં ખેતરોમાં ફરવું અને બાળગોઠીયા સાથે તે જમાનાની દેશી રમતો રમવાનો આનંદ આજે પણ યાદ કરીએ તો તે મને ને પ્રફુલિત કરે છે. પિતાજીએ અમો પાંચ ભાઈ અને એક બહેન સારુ શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નો કર્યા હતા. અને તેને પરિણામે અમે બધા આજે સારા વ્યવસાય કરી આનંદથી અમારુ જીવન સુખમાં વિતાવી રહ્યા છીએ. પ્રાથમિક શિક્ષણ  દિયોદરમાં ઘરની સામે આવેલી પ્રાથમિક શાળા નં.૧ માં ધોરણ-૪ સુધી લીધું હતું. ધોરણ-૫થી ધોરણ- ૧૨  સુધીનો અભ્યાસ ગામની તે સમયની એક માત્ર શાળા શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલદિયોદરતા.-દિયોદર માં કર્યો હતો.ધો.૧૦ ની એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ-૧૯૮૫  અને એચ.એસ.સી.ની પરીક્ષા માર્ચ- ૧૯૮૭માં ડીસા કેન્દ્રમાં આપીને  પાસ કરી હતી.ત્યાર પછી  શ્રી છોટુભાઈપુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝીકલ એજયુકેશન,રાજપીપલા ,જિલ્લો-.નર્મદામાં અભ્યાસ કરી બી.પી.ઈ.ની તાલીમી સ્નાતકની ડિગ્રી બાસ્કેટ બોલ મુખ્ય રમત અને એથ્લેટિક્સ ગૌણ રમત સાથે સને-૧૯૯૦ માં મેળવી હતી તથા ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ખાતે એમ.પી.ઈ.નો અનુસ્નાતક અભ્યાસક્રમ સને ૧૯૯૨ માં પુરો કર્યો હતો. તે સમયે ગુજરાત રાજ્યની એકા માત્ર કોલેજોમાં અભ્યાસ હોસ્ટેલ્માં રહીને કરવાના કારણે મને મોટી સંખ્યામાં મિત્રો મળ્યા હતા. મારા વિદ્યાર્થી કાળ દરમિયાન ખેલ્કુદકબડ્ડી-ખો-ખો, વોલિબોલ, ફૂટ્બોલ અને બાસ્કેટબોલ જેવી વિવિધા રમતોમાં શાલા અને આંતર કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લઈ મનગમતી પ્રવૃતિઓ કરી જીવનમાં આનંદ લીધો હતો તાલીમી સ્નાતક થયા પછી  સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા,પાલનપુર મુકામે ૧૦ ઓકટોબર૧૯૯૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાઈ વ્યવસાયીક  જીવનની શરૂઆત કરી હતી. સરકારી માધ્યમિક શાળાકોલીવાડાતા.સાંતરપુરસરકારી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય,પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુર મુકામે અનુક્રમે મદદનિશ શિક્ષક અને મદદનીશ શિક્ષણ.નિરિક્ષક તરીકે  ફરજો બજાવેલ છે.સત્તર- અઢાર વર્ષની સરકારી નોકરી પછી  સને ૨૦૦૮થી પંચશીલ વિદ્યાલયડીસા ખાતે આચાર્ય તરીકે  અનુદાનિત માધ્યમિક શાળામાં જોડાઈ અને આજ દિન સુધી આચાર્યની જગ્યા પર કાર્યરત છું. મારા શિક્ષક તરીકેનાં કાર્યકાળમાં એથ્લેટીકસવોલીબોલકબડ્ડી જેવી સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાની અને યુનિવર્સિટી કક્ષાએ રેફરી તરીકે સેવાઓ આપેલ છે. રાષ્ટ્ર કક્ષાની ગ્રામીણ સ્પર્ધામાં હરીયાણા મુકામે ટીમ મેનેજર તરીકે ગુજરાતની ટીમ સાથે ગયેલ છે. તથા લખનૈ (યુ.પી) મુકામે રાષ્ટ્ર કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તેમજ રાજય કક્ષાની ઘણી સ્પર્ધામાં વ્યવસ્થાપક તરીકે સેવાઓ શિક્ષક તરીકેના સમયમાં આપેલ છે.વિવિદ્ય રમતો રમવી અને વાંચન આ બે મારા જીવનમાં શોખ રહ્યા છે.

          જીવનમાં દરેક તબક્કે મને ખુબ સારા મિત્રો મળ્યા છે. જેનો મને ખુબ આનંદ છે. જીવનમાં યુવાની પછીના પ્રવર્તમાન સમયના પડાવમાં શરીરની ક્ષમતાઓમાં હવે થોડી ઉણપ નો અહેસાસ મને થઈ રહ્યો છે. જીવનના દરેક તબક્કામાં હું પરિવાર અને મિત્રો થકી સતત  નવું શિખતો રહ્યો છું. રમતોના નિયમોતથા કૌશલ્યો અધ્યન કરતાં કરતાં વહિવટી જગ્યાઓ પર કામ કરવાની તક મળતાં વહિવટી પુસ્તકો,ઠરાવો તથા પરિપત્રો નો અભ્યાસ કરવાની ટેવ પડી હતી. તે આજના સોસિયલ મિડિયાના યુગમાં ફેસબુકબ્લોગ, ટ્વીટર જેવા માધ્યમનો ઉપયોગ કરી તે શેર કરી મિત્રોના સંપર્કમાં હમેશાં હુ રહેલો છું. મારી વ્યવસાયીક જીવનની યાત્રામાં બહોળા મિત્રો મળ્યા હતા. અને તેમાંથી મોટા ભાગના મિત્રો વય નિવૃત થઈ ગયા છે. અને જીવનમાં નવા મિત્રો  મારી  વ્યવસાયીક કારકીર્દીના આ છેલ્લા તબક્કામાં મારા જીવન્માં પ્રવેશી રહ્યા છે. મારી ઘટતી શારીરિક અને માનસિક ક્ષમતા વચ્ચે તેમની સાથે મારા વિચારો અને અનુભવો શેર કરવા માટે એક વેબસાઈટ બનાવવાનો વિચાર આવેલ  હતો.વિચારને અમલમાં મુકવા  હુ આ બનાસ જ્યોત વેબ સાઈટ બનાવી નવા મિત્રો વચ્ચે રહેવાનો  એક પ્રયત્ન રૂપે પ્રયાસ કરી રહ્યો છું. હુ માનુ છું કે મારો આ પ્રયાસ મારા મિત્રો ને ઉપયોગી થશે અને તેઓને પસંદ પણ આવશે

આપનો સ્નેહી

નયનજી એ. પરમાર,ડીસા

રવિવાર, 23 ઑગસ્ટ, 2020

મારા વિશે

 મારો જન્મ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામમાં થયેલો છે. મારું બાળપણ દિયોદર મુકામે વિત્યું છે.. પ્રાથમિક શિક્ષણ  દિયોદરમાં પ્રાથમિક શાળા નં.૧ માં ધોરણ-૪ સુધી લીધું હતું. ધોરણ 5 થી 12 સુધીનો અભ્યાસ ગામની શાળા શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલ,દિયોદર,તા.-દિયોદર માં કર્યો હતો.ધો.10ની એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ-1985 અને એચ.એસ.સી.ની પરીક્ષા માર્ચ- 1987માં પાસ કરી શ્રી છોટુભાઈપુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝીકલ એજયુકેશન,રાજપીપલા ,જિલ્લો-.નર્મદામાં અભ્યાસ કરી બી.પી.ઈ.ની તાલીમી સ્નાતકની ડિગ્રી સને-1990માં મેળવી હતી તથા ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ખાતે એમ.પી.ઈ.નો અનુસ્નાતક અભ્યાસક્રમ સને 1992માં પુરો કર્યો હતો.તાલીમી સ્નાતક થયા પછી  સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા,પાલનપુર મુકામે ઓકટોબર, ૧૯૯૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાઈ વ્યવસાયી જીવનની શરૂઆત કરી હતી. સરકારી માધ્યમિક શાળા, કોલીવાડા, તા.સાંતરપુર, સરકારી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય,પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુર મુકામે અનુક્રમે મદદનિશ શિક્ષક અને મ.શિ.નિરિક્ષક તરીકે  ફરજો બજાવેલ છે. અને સને ૨૦૦૮થી પંચશીલ વિદ્યાલય,ડીસા ખાતે આચાર્ય તરીકે જોડાઈ અને આજ દિન સુધી આચાર્યની જગ્યા પરા કાર્યરત છું. મારા શિક્ષક તરીકેનાં કાર્યકાળમાં એથ્લેટીકસ, વોલીબોલ, કબડ્ડી જેવી સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાની અને યુનિવર્સિટી કક્ષાએ રેફરી તરીકે સેવાઓ આપેલ છે. રાષ્ટ્ર કક્ષાની ગ્રામીણ સ્પર્ધામાં હરીયાણા મુકામે ટીમ મેનેજર તરીકે ગુજરાતની ટીમ સાથે ગયેલ છે. તથા લખનૈ (યુ.પી) મુકામે રાષ્ટ્ર કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તેમજ રાજય કક્ષાની ઘણી સ્પર્ધામાં વ્યવસ્થાપક તરીકે સેવાઓ શિક્ષક તરીકેના સમયમાં આપેલ છે.વિવિદ્ય રમતો રમવી અને વાંચન આ બે મારા જીવનમાં શોખ રહ્યા છે. . શિક્ષણના પક્ષે સમાજ નવરચના,સમાજ પરિવર્તનની જવાબદારી સોપાયેલ છે. અને તેથી જ શિક્ષકે પણ પરિવર્તનશીલ વિચારોને સાંધી,અપનાવી અને નવી પેઢીમાં ઉતારવાનાં છે. આ માટે સમાજનાં,દેશનાં અને વિશ્વનાં નવા સાંપ્રત પ્રવાહોથી સંપૂર્ણ વાકેફ બનવું જરૂરી જ નહીં પણ અનિવાર્ય બની ગયું છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે રોજબરોજ કાંઈક નવું આવતું રહે છે. અને માહિતીના જ્ઞાનનો વિષ્ફોટ પણ ચરમસીમાએ પહોચ્યો છે ત્યારે આ નવા પ્રવાહો અને જ્ઞાનથી વિદ્યાર્થીઓને વાકેફ જ નહીં પણ તે પ્રવાહ સાથે ગતિમાન કરવા પડશે તો જ વિશ્વ સાથે આપણે કદમ મિલાવી શકીશું.આપણી પારંપરિક સંસ્કૃતિની કેળવણી સાથે 21મી સદીના નવા પ્રવાહને વિવેકપુર્વક સાંકળી લઈને નૂતન કેળવણીના અગત્યના પાસાને સાંકળવા માટે સદીના નવા પ્રવાહને પિછાણવા ખુબ જરૂરી બન્યાં છે. આ નુતન પ્રવાહો અને પડકારો શિક્ષણ તેમજ મુલ્યાંકન ના સંદર્ભોને આત્મસાત કરવાનું શાળાના વિવિદ્ય અંગો જેવાકે, સંચાલક, આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનિવાર્ય બની રહયું છે. 21મી  સદીમાં નવા જ્ઞાનનો સતત વિસ્ફોટ થઈ રહયો છે ત્યારે આજના નવા યુગમાં જ્ઞાનયુકત સમાજનો અવિર્ભાવ થયો છે. વિજળીવેગે વધતા અને વારંવાર બદલાતા જતા જ્ઞાન વિજ્ઞાનમાંથી નવી વ્યાખ્યાઓ,નવા શબ્દો, નવા ઉપકરણો, નવી વિચારસરણીઓ,નવીડિઝાઈનો વગેરે ઉત્પન્ન થયા છે. અને સમાજમાં ફેલાય છે તે સાથે વિવિદ્ય વિષયનું કેટલુંક જ્ઞાન જુનુ અને બિન ઉપયોગી થઈ રહયું છે. જુના ઉપકરણો લુપ્ત થઈ રહયાં છે. ત્યારે તેની સાથે તાલ મેળવવા માટે શાળાઓમાં પણ પરિવર્તન લાવવું જરૂરી નહીં પણ આવશ્યક બની ગયું છે. વર્ગખંડોમાં ટોક એન્ડ ચોકની જગ્યાએ નવી નવી શિક્ષણની પધ્ધતિઓ વિકસાવી અને તેને પુરક સાધનોનો ઉપયોગ કરવાની શાળાના કર્મચારીઓ માટે આવશ્યક બની ગયું છે.આ ફેરફારોનાં અનુસંધાને દરેક વ્યક્તિની જવાબદારીઓ પણ બદલાશે જ્ઞાનયુગમાં શિક્ષણના નવા પ્રવાહો તેમજ મુલ્યાંકનના હેતુઓ અંગે બધાજ વિદ્યાર્થીઓ અને કેળવણીકાર સજાગ બને તે માટે પ્રગતિશીલ કેળવણીની યોજનાઓ ઘડવી પડશે અને રોજબરોજની શિક્ષણની પ્રવિધિઓ કેટલાક પાયાના ફેરફાર કરવા પડશે અને વર્ગખંડ માં કોમ્પ્યુટર,ઈન્ટરનેટ,લેપટોપ,એનીમેશન એજ્યુકેશન, સ્લાઈડોનો ઉપયોગ કરીને શિક્ષણ આપવાનું શિક્ષકો માટે આવશ્યક બની રહેશે અને તે માટે સજાગ બની પોતાને અપગ્રેડ બનાવવાની આજના સમયની પહેલી જરૂરીયાત હોય છે. તે સમયે મે વાંચેલા અને મારા ધ્યાનમા આવેલા અગત્યના પત્રો,પરિપત્ર અને ઠરાવોબધાને સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટે ઓનલાઈન લાઈબ્રેરીના સ્વરૂપે  આ સાઈટ પરા મુક્વાનો નમ્ર પ્રયાસ કરેલ છે. મને આશા છે કે આ સાઈટના  મુલાકાતીને ઉપયોગી થશે. 

     નયન પરમાર, ડીસા, જિલ્લો- બનાસકાંઠા