પૃષ્ઠો

મંગળવાર, 27 નવેમ્બર, 2012

શિક્ષણ જગત - નયનની નજરે

શિક્ષણ જગત - નયનની નજરે

મેનુંબાર કેવી રીતે બનાવશો

મેનુંબાર કેવી રીતે બનાવશો?

કમલેશ ઝાપડિયા

બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
 • સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્‍યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપદિત કરો પર જાઓ.
 • હવે ચિત્રમા દર્શાવયા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
 • તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરુરિયાત પ્રમાણે પેઈજ બનાવો.

   
  • બ્‍લોગ ટેબ્‍સ પર ક્લિક કરો.  
 •   ‍ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો. 
    
  • પૃષ્ડો પર ક્લિક કરો. 
 •  

  • ચિત્રમાં બતયવ્‍યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
   

હવે નમુના ડિજાઇન પર જાઓ.
 
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્‍ટ, કલર, સાઇઝ વગેરે બદલો.

તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો

તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે. જ્યાં એડ ગેજેટ પર જી ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે. ત્યાંથી HTML/JAVAScipt ની પસંદગી કરો. પસંદ કરતાં એક નવી વિન્ડો ખુલશે. તેમાં નીચે લાલ રંગ વાળુંલખાણ કોપી કરી પેસ્ટ કરો. જ્યાં ગુજરાતી લખાણ છે તે કાઢી ત્યાં તમારું મનગમતું લખાણ  ટાઈપ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.


કવિતા- ગરીબી

ગરીબી .
અમીરી  અભિમાનમાં અટવાય 
ભાવિ ભ્રષ્ટાચાર માં ભટકાય ...ત્યાં ગરીબી તારું આંસુ ક્યા દેખાય? 
તારા એક એક આંસુ થી ભરાયો દરિયો 
જ્યાં દરિયાની ખારાશ ને પણ પીવાય ....ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?
હાડ માંસનો રહ્યો તું માળો 
ચાંચ  મારી કાગડો કરે ચાળો...ત્યાં ગરીબી તારું આંસુ ક્યાંદેખાય?
તારે વળી સ્વપ્ન શું ?શણગારવા નાં ?
બંધ થાય બે પોપચાં તો નીરખાય ......ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?
કાકલૂદી ક્યાં  ક્યાં ?ને ક્યાં સુધી કરીશ 
માનવતા  પણ જ્યાં ત્રાજવે  તોળાય....ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?
રેખા -જોશી .

ચુંટણી- 2012 ઈવીએમ મશીનની માહિતી

અત્યારે ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણી ની તાલીમ ચાલી રહી છે  તેના સંદર્ભે 
આપને EVM   મશીનમાં પેપરસીલ અને ટ્રેપસીલ કેવી રીતે  લગાવવુ  તેનો ખ્યાલ તો હશે છતા
 કેટલાક મિત્રોને મુજવણ હોય તો આ વિડીયો તેમને મદદરૂપ થશે
http://www.youtube.com/watch?feature=player_embedded&v=P-uDXugjYm8
http://www.youtube.com/watch?feature=player_embedded&v=P-uDXugjYm8

રવિવાર, 11 નવેમ્બર, 2012

શાળાની રજા યાદી -૨૦૧૨- ૧૩

રજા યાદી - ૨૦૧૨ -૧૩

 
 
 ક્રમ  તરીખ  વાર   રજા ની વિગત  દિવસ  જાહેર\સ્થાનિક
  ૧ ૦૩/૦૭/૨૦૧૨ મંગળવાર    ગુરુપૂર્ણિમા    ૧ સ્થાનિક
  ૨ ૦૨/૦૮/૨૦૧૨ ગુરુવાર    રક્ષાબંધન   ૧ જાહેર
  ૩ ૦૯/૦૮/૨૦૧૨ સોમવાર    શિતળા સાતમ   ૧ સ્થાનિક
  ૪ ૧૦/૦૮/૨૦૧૧ શુક્રવાર    જન્માષ્ટમી   ૧ જાહેર
  ૫ ૧૫/૦૮/૨૦૧૨ બુધવાર    સ્વાતંત્ર્ય દિન    ૧ જાહેર
  ૬ ૧૮/૦૮/૨૦૧૧ શનિવાર    પતેતી   ૧ જાહેર
  ૭ ૧૯/૦૯/૨૦૧૧ બુધવાર   સંવતસરી   ૧ જાહેર
  ૮ ૦૨/૧૦/૨૦૧૨ મંગળવાર   ગાંધીજયંતી    ૧ જાહેર
  ૯ ૨૨/૧૦/૨૦૧૨ સોમવાર    દુર્ગાષ્ટમી   ૧ સ્થાનિક
  ૧૦ ૨૩/૧૦/૨૦૧૨ મંગળવાર   હવન નવમી  ૧ સ્થાનિક
  ૧૧ ૨૪/૧૦/૨૦૧૨ બુધવાર   વિજ્યા દશમી   ૧ જાહેર
  ૧૨ ૨૬/૧૦/૨૦૧૨ શુક્રવાર    બકરી ઈદ    ૧ જાહેર
  ૧૩ ૩૧/૧૦/૨૦૧૨ બુધવાર    સરદાર પટેલ જયંતી    ૧ જાહેર
  ૧૫   દિવાળી વેકેશન તા.૮/૧૧/૧૨ થી ૨૮/૧૧/૧૨      ૨૧ જાહેર
  ૧૬ ૨૫/૧૨/૨૦૧૨ મંગળવાર નાતાલ   ૧ નાતાલ
  ૧૭ ૧૪/૦૧/૨૦૧૩ સોમવાર ઉતરાયણ   ૧ જાહેર
  ૧૮ ૧૫/૦૧/૨૦૧૩ મંગળવાર વાસી ઉતરાયણ    ૧ સ્થાનિક
  ૧૯ ૨૫/૦૧/૨૦૧૩ શુક્રવાર .ઇદે મિલાદ    ૧ જાહેર
  ૨૦ ૨૬/૦૧/૨૦૧૩ શનિવાર પ્રજાસ્તાક દિન   ૧ જાહેર
  ૨૧ ૨૬/૦૩/૨૦૧૩ મંગળવાર હોળી   ૧ સ્થાનિક
  ૨૨ ૨૭/૦૩/૨૦૧૩ બુધવાર ધુલેટી    ૧ જાહેર
  ૨૩ ૨૯/૦૩/૨૦૧૩ શુક્રવાર ગ્રુડ ફ્રાઈડે   ૧ જાહેર
  ૨૪ ૧૧/૦૪/૨૦૧૩ ગુરુવાર ચેટીચાંદ   ૧ જાહેર
  ૨૫ ૨૦/૦૪/૨૦૧૩ શનિવાર રામ નવમી   ૧ જાહેર
  ૨૬ ૨૩/૦૪/૨૦૧૩ મંગળવાર મહાવીર જ્યંતી   ૧ જાહેર
  ૨૭ ઉનાળુ  વેકેશન તા૬/૫/૧૩ થી ૯/૬/૧૩   ૩૫ જાહેર
      કુલ રજા   ૮૦ જાહેર
(૧) સરકારશ્રી ની સુચના મુજબ રજામાં ફેરફાર કરવામાં આવશે
(૨) શ્રાવણ માસના સોમવારે શાળાનો સમય સવારનો રાખવામાં આવશે.
(3) સ્થાનિક તહેવારો અને મંડળની સુચના મુજબ શાળા સમયમાં ફેરફાર કરવામાં આવશે .

અગત્યની વેબ સાઈટ ( Important websit

શાળાની શિષ્ત-આચારસહિંતા

શિષ્ત-આચારસહિંતા

શાળા આયોજન


અયોજન

કર્મચારીઓની ફરજો તથા કાર્યો

ફરજો તથા કાર્યો

વાર્ષિક આયોજન


વાર્ષિક આયોજન

શાળાનું મકાન


સાઇટ મૅપ

શાળાનું મકાન

શાળા

શાળા - ૩

શાળા - ૫

શાળા મકાન -૨

શાળા - ૬

શાળા - ૮

શાળા - ૯

ટ્રસ્ટ વિશે માહિતી

ટ્રસ્ટ વિશે માહિતી


સ્વતંત્ર્યતા મળી તે સમયે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વઘુ હતું. દેશના મોટા ભાગની જન સંખ્યા અક્ષરજ્ઞાન થી વંચીત હતી.સને ૧૯૬૦માં ભાષા આઘારીત ગુજરાત રાજયની સ્થા૫ના કરવામાં આવી ત્યારે ગુજરાતમાં ૫ણ શિક્ષણનો દર ઘણો ઓછો હતો. તેમાં પણ બનાસકાંઠા જિલ્લો શિક્ષણમાં વઘુ ૫છાત ગણાતો હતો. પાડોશી જિલ્લા મહેસાણામાં ગાયકવાડના સમયથી શિક્ષણનું પ્રમાણ સારું એવું હતું. અને શિક્ષણ આ૫તી ખાનગી સંસ્થાઓ તે વખતથી કાર્યરત હતી. તેના પ્રમાણમાં બનસકાંઠા જિલ્લામાં શિક્ષણ આપતી સંસ્થાઓ ઘણી ઓછી હતી જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને શિક્ષણ માટે પોતાના ગામેથી ચાલેને બીજે ગામ જવુ પડતું હતું અને શિક્ષણ આપતી શાળાઓ પણ આંગળીના વેઢે ગણી શકય એટ્લી જ હતી, ત્યારે બનસકાંઠા જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે અને છેવાડાના વ્યકિતને પણ પોતાના ગામમાં જ શિક્ષણ મળી રહે તે હેતુથી તેમાં પણ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને વિના મૂલ્યે શિક્ષણ મળી રહે તે આશયથી જાગૃતિ ટ્રસ્ટ,બનાસકાંઠા, ડીસાના સ્થાપક અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી માન. શ્રી દોલતભાઈ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એક સરખી વિચારસરણીવાળા વ્યકિતઓ એકઠા થઈ તા. ૮-૧૧-૧૯૭૬ ના રોજ “જાગૃતિ “સંસ્થાનું બંધારણ તૈયાર કરી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ,મહેસાણા પ્રદેશ, મહેસાણાને મોકલી આપવામાં આવ્યું હતું. અને તે વખતે સંસ્થાનો મુખ્ય ઉદેશ દરેક વ્યકિતને કોઈપણ જાતના ભેદભાવ વિના જાતિ, લિંગ કે ધર્મના ભેદભાવ વિના સમાજના આર્થીક અને સમાજીક રીતે નબળા વર્ગોના બાળકોને વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, કૃષિ,ઉધોગ, સંસ્ક્રૃતિ અને સહાય અને રમતગમત ક્ષેત્રે કેળવણી અને તાલીમ,સંશોઘનની તકો પુરી પાડવામાં આવશે. આમ આ સંસ્થા “જાગૃતિ ટ્રસ્ટ “ના નામે નોધણી નં- E-191બનાસકાંઠા તા. ૨૮-૧૨-૧૯૭૬થી નોંધવામાં આવેલ છે. તે વખતે જે ધ્યેયો નક્કી કરવામાં આવ્યા હતા તે માન. શ્રી દોલતભાઈ પરમાર સાહેબના પ્રત્યક્ષ માર્ગર્શન હેઠળ સિધ્ધ કરીને સતત શિક્ષણની જ્યોત ચાલુ રાખી છે. જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા ,ડીસા દ્વારા જિલ્લામાં જુદાજુદા સ્થળે પ્રાથમિક શાળાઓ,બાળવાડીઓ,આશ્રમ શાળાઓ,છાત્રાલયો, માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળાઓ અને આરોગ્ય સેવા માટે હોસ્પિટલ શરુ કરવામાં આવેલ છે. આ દરેક એકમમાં લાભાર્થીઓ નજીવા ખર્ચે લાભ મેળવે છે, આ સિવાય પણ સંસ્થા ડીસા શહેરમાં રાષ્ટ્રીય નેતાઓ , સંતોની જન્મજ્યંતી અને પુન્યતિથીએ જન જાગૃતિ માટે શહેરમાં પ્રચાર-પ્રસાર રેલીનું આયોજન કરે છે તથા સંસ્થા ના મકાનમાં ચિંતન સભાનું આયોજન કરી તેમના વિચારો પર ચિંતન કરવામાં આવે છે.આ નિમિતે અલગ અલગ ક્ષેત્રની વિશેષ પ્રતિભાશાળી વ્યકિતોને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. આમ મૂલ્ય આધારીત શિક્ષણ અને જન જાગૃતિ નું કર્ય કરી સારા સમાજના નિર્માણ ઉમદા ફરજ અદા કરવા પ્રયત્નશીલ રહેશે.
સંસ્થા દ્વારા શરુ કરવામાં આવેલ એકમોની યાદી :-
(૧) પંચશીલ મધ્યમિક શાળા,ડીસા ,તા-ડીસા
(૨) જાગૃતિ કન્યા વિધાલય, ડીસા ,તા-ડીસા
(૩) જાગૃતિ બાલવાટીકા ડીસા ,તા-ડીસા
(૪) જાગૃતિ કુમાર છાત્રાલય ડીસા ,તા-ડીસા
(૫) જાગૃતિ પ્રાથમિક શાળા ડીસા ,તા-ડીસા
(૬) જાગૃતિ ઉતરબુનિયાદી વિધાલય ડીસા ,તા-ડીસા
(૭) અનુસુચિત આશ્રમ શાળા,ડાવસ , તા-ડીસા
(૮) બાબાસાહેબ કુમાર છાત્રાલય,ડાવસ ,તા-ડીસા
(૯) બક્ષીપંચ બલવાડી,ડાવસ, તા-ડીસા
(૧૦) અનુસુચિત બાલવાડી,ડીસા, તા-ડીસા
(૧૧) જાગૃતિ વિધામંદિર,શેરપુરા, તા-ડીસા
(૧૨) જાગૃતિ કુમાર છાત્રાલય,શેરપુરા, તા-ડીસા
(૧૩) માતુશ્રી કે.એચ.એમ. જાટ ઉચ્ચ. માધ્યમિક શાળા,શેરપુરા, તા-ડીસા
(૧૪) વિવેક ઉતરબુનિયાદી વિધાલય,રામસણ, તા-ડીસા
(૧૫) બક્ષીપંચ કુમાર છાત્રાલય,રામસણ, તા-ડીસા
(૧૬) જાગૃતિ ઉતરબુનિયાદી વિધાલય,પીલુડા, તા-થરાદ
(૧૭) અનુસુચિત આશ્રમ શાળા,પીલુડા તા-થરાદ
(૧૮) જાગૃતિ કુમર છાત્રાલય,પીલુડા, તા.-થરાદ
(૧૯) નેતાજી સુભાષચંદ્ર બોઝ છાત્રાલય,પીલુડા, તા-થરાદ
(૨૦) વિરભગતસિંહ કુમાર છાત્રાલય,ધાનેરા તા- ધાનેરા
(૨૧) જાગૃતિ હોસિપટલ,ડીસા તા-ડીસા
(૨૨) જાગૃતિ ઔધોગિક તાલીમ સંસ્થા,ડીસા, તા-ડીસા
(૨૩) જાગૃતિ ટ્રસ્ટના કર્મચારીઓની ધિરાણ મંડલી,ડાવસ, તા-ડીસા
(૨૪)પછાત વર્ગ કુમાર છાત્રાલય,ચંડીસર તા- પાલનપુર
(૨૫) જાગૃતિ કુમાર છાત્રાલય,દાંતીવાડા તા.- દાંરીવાડા
(૨૬) મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય,થરાદ તા.- થરાદ
(૨૭)સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલય,જુના ડીસા તા.- ડીસા Link text

પ્રાર્થનાઓ

પ્રાર્થના


પ્રાર્થના 1 - ૐ તત્ સત્

ૐ તત્ સત્ શ્રી નારાયણતૂ,પુરુષોતમ ગુરુ તૂ
સિદ્ધ બુદ્ધ તૂ સ્કંદ વિનાયક,સવિતા પાવક તૂ,
બ્રહ્મ મજ્દ તૂ યહવ શક્તિતૂ ઇશુપિતા પ્રભુ તૂ,
રુદ્ર વિષ્ણુ તૂ, રામ-કૃષ્ણ તૂ, રહીમ તાઓ તૂ,
વાસુદેવ ગો-વિશ્વરૂ૫ તૂ, ચિદાનંદ હરિ તૂ,
અદ્દિતીય તૂ અકાલ નિર્ભય, આત્મલિંગ તૂ
ૐ તત્ સત્ શ્રી નારાયણતૂ,પુરુષોતમ ગુરુ તૂ
સિદ્ધ બુદ્ધ તૂ સ્કંદ વિનાયક,સવિતા પાવક તૂ


પ્રાર્થના 2 - પ્રાણી માત્રને રક્ષણ આપ્‍યુ

પ્રાણી માત્રને રક્ષણ આપ્‍યુ માન્‍યા પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા,નમન ત૫સ્‍વી મહાવીરને, જનસેવાના પાઠશિખાવ્‍યા ,મઘ્‍યમ માર્ગ બતાવીને સંન્‍યાસીનો ઘર્મ ઉજાળ્‍યો , વંદન કરીએ બુધ્ધ તને, એકપત્નિવ્રત પૂરણ પાળ્યુ , તેક વણી છે જીવતરમાં, ન્યાયનીતિમય રામ રહેજો, સદા અમારા અંતરમાં સધળા કામો કર્યા છતાં જે, રહ્યા હમેશાં નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં, રહેજો અમ મનડા ખુંપી પ્રેમરુપ પ્રભુપુત્ર ઈશુ જે, ક્ષમાસિંધુને વંદન હો રહમ-નેકીન પરમ પ્રચારક, હજરત મહંમદ દિલે રહો જરથોતીના ધર્મગુરુની, પવિત્રતા ધટમાં વ્યાપો, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો , વિશ્વ્શાંતીમાં ખપ લાગો.

પ્રાર્થના -  3 - તુમ્‍હી હો માતા

તુમ્હી હી હો માતા, પિતા તુમ હી હો
તુમ હી હો બંધુ, સખા તુમ હી હો,
તુમ હી હો સાથી,તુમ હી સહારે,
કોઈ ન અપના સિવા તુમહારે
તુમ હી નેયા,તુમ હી ખવૈયા,
તુમ હી હો બંઘુ સખા તુમ હી હો
તુમ હી હો.........
જો ખિલ શકે ના ,વો ફુલ હમ હૈ
તુમ્‍હારે ચરણોકી ઘૂલ હમ હૈ
દયા કી દષ્‍ટી કદા હી રખના ,
તુમ હી હો બંધુ, સખા તુમ હી હો
તુમ હી હો.........


પ્રાર્થના 4 - મૈત્રી ભાવનું ૫વિત્ર ઝરણું

મૈત્રી ભાવનુ ૫વિત્ર ઝરણું મુજ હૈયામાં વહયા કરે
શુભ થાઓ આ સકલવિશ્વનુ,એવી ભાવના નિત્ય રહે,
ગુણ થી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારું નુત્‍ય કરે,
એ સંતો ના ચરણકમળમાં મુજ જિવનનુંઅધ્ય રહે,
દીનક્રુર ને ધર્મવિહોન દેખી દીલ માં દર્દ રહે,
કરુણાભીની આંખોમાથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે,
માર્ગ ભુલેલા જીવનપથીકને માર્ગ ચીંધવા ઉભો રહું
કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિંત ધરું,
ચિત્રભાનુ ની ધર્મ ભવના , હૈયે સૉ માનવ લાવે,
વેરઝેરનાં પા૫ ત્‍યજીને મંગલ ગીતો એ ગાવે


પ્રાર્થના 5 - શ્લોક

યા કુન્‍દેન્‍દુ તુષાર-હાર ઘવલા
યા શુભ્રવસ્‍ત્રાવૃતા,યા વીણા-વર-દંડમંડિત કરા,
યા શ્ર્વેત૫દ્માસના,યા બ્રહ્માચ્‍યુત શંકરપ્રભુતિભિર્,
દેવૈ સદા-વંદિતા,સા મામ્ પાતુ સરસ્‍વતી ભગવતી,
નિ:શેષ જાડયા૫હા!!
ૐ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મઃ તસ્મેસી ગુરુએ નમઃ !!

શાંતિમંત્ર

સર્વથા સૌસુખી થાઓ,સમતા સૌસમાચરો
સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

ઈ - ન્યુઝ

(1) રખેવાળ-E-p@per  (02)  )  દિવ્ય ભાસ્કર- e-Paper Gujarat ગુજરાત સમાચાર,ગુજરાત ટુડે ટાઈમ્સ ઓફ ઈંન્ડીયા , જય હિન્દ દૈનિક ( 0)ગુજરાત રોજગાર (03) સંદેશ દૈનિક (04)  જન્મભૂમિ ગ્રુપ( 05) અકિલા  (06) ગુજરાત સમાચાર07) ગુજ.સમાચાર  (08) કચ્છમિત્ર  (09) ગુજરત પ્રેસ  (10) ગુજરત પ્રેસ  (11)  યાહુ ગુજરતી  (12) વન ઈંડીયા હિન્દી(13) વન ઈંડીયા હિન્દ(14)  એનડી ટીવી (15)  જી ન્યુઝ  (16) સુમાનસા. કોમ (17)  દિવ્યભાસ્કર હિન્દી    (18) નવભારત ટઈમ્સ (19) BBC Hindi - पहला पन्ना20) Hindi News Paper Online Dainik Jagran         (21) નઈ દુનિયા-હિન્દી  (22) ગુજરતા કચ્છ સમાચાર | ગુજરતા કચ્છ(23) ગુજરાતી ઈ- બુક(24) યુવા રોજગાર (25) Gujarati News – News in Gujarati –    (26) हिन्दी -भारत की मुफ़्त ईमेल सेवा, ताजा(27)  Yuva - MSN India       (28 ::Welcome to Employment News ::| Govt.  (29)  દિવ્ય ભાસ્કર- e-Paper Gujarat   (30) हिन्द आज तक ताज़ा समाचार    (31) पंजाब केसरी  (32) अमर उजाला  (33) ओनालाईना हिन्दी न्यूज

તેજસવી તારલાઓ

એસ.એસ.સી. પરીક્ષા

વંર્ષ વિદ્યાર્થીનું નામ મેળવેલ ગુણ કુલ ગુણ ટકા શાળાનું ૫રીણામ બોર્ડ નું ૫રીણામ
૨૦૧૨ પ્રજાપતી લલિતભાઇ પ્રવિણભાઈ ૩૫૯ ૫૦૦ ૭૧.૮ ૭૨.૮૮ ૬૯.૧૦
૨૦૧૧ ચૌહાન દશરથભાઈ અમુતભાઈ ૩૬૨ ૭૦૦ ૭૪.૮૪ ૬૮.૪૨ ૭૧.૦૬
૨૦૧૦ સોલંકી દિલિપકુમાર ગોવિંદભાઈ ૪૮૩ ૭૦૦ ૬૯.૮૫ ૬૦.૬૧ ૬૮.૫૩
૨૦૦૯ પરમાર વિષ્ણુકુમાર પ્રકાશભાઈ ૫૦૫ ૭૦૦ ૭૨.૯૨ ૭૩.૬૮ ૫૬.૫૯
૨૦૦૮ શ્રીમાળી નિકુજકુમાર એમ. ૪૯૦ ૭૦૦ ૭૦.૦૦ ૪૭.૫૦ ૬૩.૫૮
૨૦૦૭ ચૌહાન દિનેશકુમાર રાયચંદભાઈ ૪૩૬ ૭૦૦ ૬૭.૦૮ ૭૦.૭૩ ૭૦.૬૫
૨૦૦૬ વ્યાસ ધર્મેન્દ્રકુમાર ગીરધરલાલ ૫૮૫ ૭૦૦ ૮૩.૫૭ ૬૬.૬૦ ૬૨.૭૧
૨૦૦૫ પરમાર અશોકભાઈ ચમનાભાઈ ૫૦૪ ૭૦૦ ૭૨.૦૦ ૬૫.૯૦ ૫૬.૧૮
૨૦૦૪ વણકર ખેતભાઈ દાંનાભાઈ ૪૫૦ ૭૦૦ ૬૪.૨૯ ૫૫.૫૫ ૫૨.૬૯
૨૦૦૩ મકવાણા અમરતભાઈ નાગજીભાઈ ૪૮૪ ૭૦૦ ૬૯.૧૪ ૬૦.૦૦ ૪૨.૯૭
૨૦૦૨ પરમાર પ્રવિણાકુમાર કેવળભાઈ ૪૩૮ ૭૦૦ ૬૨.૫૭ ૩૫.૮૪ ૫૬.૯૨
૨૦૦૧ રાજગોર કરશનભાઈ છગનભાઈ ૫૧૮ ૭૦૦ ૭૪.૦૦ ૮૩.૩૩ ૬૮.૯૧
૨૦૦૦ પોતરોડ વોહતાભાઈ સુજાભાઈ ૪૫૯ ૭૦૦ ૬૫.૫૭ ૫૮.૩૩ ૫૮.૭૦
૧૯૯૯ ઝાલા મહેન્દ્રસિંહ સોહનસિંહ ૪૯૫ ૭૦૦ ૭૦.૭૧ ૫૨.૨૭ ૫૫.૮૦
૧૯૯૮ બોડાણા રાજેશકુમાર રુપસિંહ ૩૮૭ ૭૦૦ ૫૫.૨૮ ૧૦.૨૫ ૪૫.૧૬
૧૯૯૭ બાવા ઉતમગીરી કેસરગીરી ૪૩૭ ૭૦૦ ૬૨.૪૨ ૧૯.૬૦ ૪૦.૧૭
૧૯૯૬ સોલંકી સુબાભાઈ ખેંગારભાઈ ૪૬૭ ૭૦૦ ૬૬.૭૧ ૩૬.૧૧ ૪૦.૯૭
૧૯૯૫ રામમટા ભુરાભાઈ મશરુભાઈ ૪૭૮ ૭૦૦ ૬૮.૨૮ ૩૯.૫૩ ૫૫.૧૨
૧૯૯૪ ભુનેચા નારણજી ઈશ્વરજી ૪૭૦ ૭૦૦ ૬૭.૧૪ ૨૪.૩૨ ૪૨.૮૧
૧૯૯૩ ચૌહાન દિનેશભાઈ દુધાભાઈ ૫૩૭ ૭૦૦ ૭૬.૭૧ ૪૦.૫૪ ૫૬.૩૩
૧૯૯૨ માજીરાણા ગોરધનભાઈ રમેશભાઈ ૪૫૮ ૭૦૦ ૬૫.૪૨ ૮૮.૮૮ ૬૯.૨૮
૧૯૯૧ પરમાર જયમલભાઈ ઉદાજી ૫૭૩ ૭૦૦ ૮૧.૮૫ ૮૦.૦૦ ૬૧.૨૨
૧૯૯૦ પરમાર જગદીશભાઈ ભગાભાઈ ૪૮૦ ૭૦૦ ૬૮.૫૭ ૩૭.૫૦ ૫૧.૦૯
૧૯૮૯ પરમર જોધભાઈ ઉદભાઈ ૫૪૨ ૭૦૦ ૭૭.૪૨ ૫૭.૮૯ ૫૪.૮૦
૧૯૮૮ રાવલ રમેશભાઈ ખેમરજભાઈ ૪૧૫ ૭૦૦ ૫૯.૨૮ ૪૦.૦૦ ૫૭.૫૫
૧૯૮૭ સોલંકી રમણલાલ મનજીભાઈ ૪૦૪ ૭૦૦ ૫૭.૭૧ ૨૬.૦૮ ૪૭.૬૯

પ્રવેશના નિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયાની માહિતી

 1. રજીસ્ટર થયેલી શાળામાંથી આવતા કોઈપણ વિદ્યાર્થીને ધર્મ,કોમ જ્ઞાતિ,ભાષા અથવા તે પૈકીના કોઈપણ ભેદભાવ વિના શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.
 2. શાળામાં પ્રવેશ મેળવતા માટે વિદ્યાર્થીના મા-બાપ અથવા વાલીએ પોતાના પાલ્યને પ્રવેશ અપાવવા માટે નિયત સમયમાં શાળામાંથી પ્રવેશ ફોર્મ ભરી જરૂરી આધારો સાથે શાળાના આચાર્યશ્રીને અસલ શાળા છોડયાના પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશે.
 3. ચેપીરોગથી પીડાતા કોઈપણ વિદ્યાર્થીને પોતે રોગમુકત છે તેવું તબીબી પ્રમાણપત્ર તેના વાલી શાળામાં રજુ ન કરે ત્યાં સુધી તેમના પાલ્યને શાળામાં હાજર રહેવા ની છુટ આપવામાં આવશે નહીં.
 4. શાળામાં શૈક્ષણિક વર્ષ શરૂ થયાથી એક માસ સુધી વર્ગની સગવડ ધ્યાને લઈ મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. વર્ગની અંદર વખતોવખત નકકી કરવામાં આવેલી સંખ્યા સુધીની મેરીટ ખાત્રી શાળાના નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે.
 5. અન્ય રાજયમાં આવેલી શાળામાંથી આવતા વિદ્યાર્થીને તેણે રજુ કરેલ શાળા છોડયાના પ્રમાણપત્ર ઉપર તે રાજયના શિક્ષણાધિકારીની સામી સહી કરી હશે તો જ શાળામાં દાખલ કરવામાં આવશે.
 6. અન્ય રાજયમાં આવેલી શાળામાંથી આ શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ આપવાના હેતુ માટે શાળાના વર્ગના સમાન ધોરણ માટે સરકારશ્રી નકકી કરે તે ફોર્મ્યુલા અનુસરી પ્રવેશ આપવામાં આવશે.
 7. અમાન્ય વર્ગ કે શાળામાંથી આવનાર વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં
 8. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વિધાર્થીના પિતા-માતા ને લૈખિત અરજી કરે થી ત્રણ પછી આપવામાં આવશે, વિધાર્થી પોતે પુક્ત વયનો હશે તો તને પણ અરજી કરેથી આપવામાં આવશે.
 9. વિધાર્થીના સબંધીને સબંધ બાબતના પુરાવા રજુ કરેથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
 10. પ્રવેશ ફોર્મની સાથે આપેલ પ્રવેશના નિયમોનું વિધાર્થી અને તેના માતા-પિતા તેમજ વાલીએ ફરજીયાત પાલન કરવાનું રહેશે અનેજો પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેવા વિધાર્થીનું નામ શાળામાંથી કમી કરવા સુધીના પગલા શાળા લઈ શક્શે.

ફી સ્વીકારવાના નિયમો

 1. વાલીએ લેખીત અરજી સાથે દાખલ ફી શાળામાં ભરે જે તે વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે.
 2. શાળામાં દાખલફી,સત્ર ફી,શિક્ષણફીના દરો સરકારશ્રી જાહેર કરે તે પ્રમાણે રાખવામાં આવશે.
 3. બંન્ને સત્રની ફી એક સાથે પહેલાં સત્રમાં જમા કરાવવાની રહેશે
 4. સત્રફી દરેક વિદ્યાર્થીએ માસની દશ તારીખ પહેલાં પોતાના વર્ગના શિક્ષક પાસે જમા કરાવવાની રહેશે.
 5. નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ દાખલફી તથા અન્ય ફી શાળાના કાર્યાલયમાં જમા કરાવવાની રહેશે.
 6. શાળાની ફી રોકડથી જમા કરાવવાની રહેશે. ચેક સ્વીકારવામાં આવશે નહીં.
 7. મહીનાનાં અંત સુધી ફી ન ભરનાર વિદ્યાર્થીનું નામ વર્ગમાંથી કમી કરવામાં આવશે.
 8. શાળાની ફી બાકી હશે તેવા વિદ્યાર્થીને પરીક્ષા આપવાની મંજુરી મળશે નહી તથા આગળના ધોરણમાં જઈ શકશે નહીં.

ફીની માહિતી

- માધ્યમિક ઉચ્ચ માધ્યમિક
પ્રવેશ ફી 25/- 50/-
શિક્ષણ ફી 25/- 300/-
સત્ર ફી 25/- 50/-
અન્ય ફી / ઉધોગ ફી - 50/--
કમ્પ્યુટર ફી 50/- -

ફી ભરવાનો સમય

ઉનાળા / શિયાળા 11.30 થી 13.00

શાળાનો ગણવેશ

વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે
લેમન યલો કલરનું અડધી બોયનું શર્ટ તથા પ્લેન બ્લેક પેન્ટ તથા બ્લેક પટ્ટો,સફેદ સ્પોટર્સ શુઝ અને મોજા લેમન યલો કલરનું ટોપ (પંજાબી) તથા પ્લેન બ્લેક પાયજામો તથા બ્લેક કલરની ચુંદડી તથા સફેદ સ્પોટર્સ શુઝ અને મોજા

શાળાની વિશેષતાઓ


સુવિધાઓ

શાળાની વિશેષતા

+ પ્રકૃતિમય અને સંપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ
+ અનુભવિ શિક્ષકો મારફત ઉત્તમ શૈક્ષણિક મટેરીયલ
+ અઠવાડીક અને માસીક કસોટીઓ
+ સેમેસ્ટરનું પુનરાવર્તન
+ સમયાંતરે વાલી સંપર્ક
+ પારીવારીક ભાવનાયુક્ત વ્યવહાર
+ કાયમી શૈક્ષણિક કર્મચારીઓ
+ ઈંન્ટરનેટ સાથે ઈ-લાયબ્રેરી
+ ફ્રી હોસ્ટેલ સુવિધા
+ તેજસ્વી તેમજ આર્થીક રીતે નબળા વિધાર્થીઓ માટે શિષ્યવૃતિના મળતા તમામ લાભો
+ ઓ.એમ.આર. ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન
+ ભાર વિનાનાભણતર સાથે ફ્રી કોચિંગ અને ટેંન્શન મુક્ત વ્યવસ્થા
+ એકમ કસોટીઓ તથા સરળ શૈક્ષણિક પદ્ધતિઓનો ઉપયોગ
+ શહેરના મધ્ય વિસ્તારમાં જ શાળા સંકુલ
+ જુથચર્ચા , ક્વિઝ સ્પર્ધા , પ્રોજેક્ટ વર્ક , વાર્તાલાપ દ્ધારા વિધાર્થીઓના વ્યક્તિત્વનું સંપુર્ણ ધડતર
+ L.C.D T.V. અને LCD પ્રોજેકટર દ્વારા શિક્ષણ
+ બહેનો તથા હોશીયાર વિધાર્થીઓ માટે દત્તક યોજના

ફોટો ગૅલૅરી - 26jan2012