૨૬ મી જાન્યુઆરી-૨૦૧૩ ના પ્રજાસત્તાક દિનની ઉજવણી શાળાના પટાંગણમાં દર
વખતની જેમ ઉત્સાહભેર કરવામાં આવી હતી. શાળામાં ધ્વાજારોહણ કાર્યક્રમ સવારે
૮.૪૫ કલાકે શાળાસંચાલક મંડળના પ્રમુખશ્રી શ્રી પી. એમ. ભાટી સાહેબના વરદ
હસ્તે રાખવામાં આવ્યુ હતું ધ્વાજારોહણ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ તથા
વાલીઓ હાજર રહ્યા હતા. હાજર રહેલ વિધાર્થીઓને પ્રમુખ સાહેબે ૬૩ વર્ષ પછી પણ
જે સમસ્યાઓ રાષ્ટ્ર સમક્ષ આજે છે તેની સામે લડત આપવા માટે અપીલ કરી હતી
અને ગણતંત્ર દિન નિમિત્તે સર્વ શાળા પરીવારને શુભેચ્છાઓ પાઠવી હતી
ધ્વાજારોહણ કાર્યક્રમ પછી પ્રાથનાથી સાંસ્કૃતીક કાર્યક્રમો શરૂ કરવામાં
આવ્યા હતા. આ વખતે સાંસ્કૃતી કાર્યક્રમો માટે નવજીવન બી. એડ. કોલેજના
તાલીમાર્થી ભાઈઓ તથા બહેનોએ બાળકોને વિશેષ માર્ગદર્શન આપીને તૈયાર કર્યા
હતા કાર્યક્રમોમાં રાજેસ્થાની નૃત્ય, વ્યશન મુક્તી અંગે નાટક,રાષ્ટ્રભક્તી
ગીતો, ગીત પર અભિનય નૃત્ય વગેરે રાખવામાં આવ્યા હતા છેલ્લે શ્રી મયુરભાઈ
દવેએ ઉજવણી પ્રસંગે હાજર રહેલ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન
કર્યું હતું
|