. | સંસ્થાઓ,
કર્મચારીઓ અને લોકોની અરજીઓના નિકાલ અંગેની સમય મર્યાદાનો પેઈન્ટીંગ ચાર્ટ
મોટા અક્ષરે કચેરીમાં લોકો જોઈ શકે તેવી રીતે રાખવાનો રહેશે. |
. | અરજઓના નિકાલ અંગેની સમયમર્યાદાના છપાવેલા પેમ્ફલેટ તૈયાર કરી શાળાઓને મોકલી આપવાના રહેશે. |
. | અરજી
ફોર્મના નિયત ફોર્મ નક્કી કરેલ હોય તો તે કયા ફોર્મમાં અરજી કરવી, અરજી
સાથે કયા જોડાણો આપવાના રહેશે તેની વિગતોનો પેઈન્ટીંગ ચાર્ટ મોટા અક્ષરે
કચેરીમાં લોકો જોઈ શકે તેવી રીતે રાખવાનો રહેશે અને તેના પેમ્ફલેટ તૈયાર
કરીને લોકોને માર્ગદર્શન અર્થે આપવાના રહેશે. |
. | લોકોની અરજીઓ મળે તેનો નિકાલ કઈ તારીખ સુધીમં થશે તેની વિગતસહની એક પહોંચ અરજદારને આપવાની રહેશે. |
. | કચેરી એ નક્કી કરેલ સમય મર્યાદામાં કોમોનો નિકાલ કરી સંબંધિતોને જાણ કરશે. |
. | જિલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સોમવાર અને ગુરુવારના રોજ કચેરીમાં હાજરી
આપવાની રહેશે. સસ્થાઓ, કર્મચારીઓ અને લોકોને કામોના નિકાલ અર્થે મુલાકાત
આપવાની રહેશે. |
. | કચેરીમાં
આવતા લોકોને કયા કામ માટે કોને મળવાનું રહેશે તેનું માર્ગદર્શન આપતો એક
પેઈન્ટીંગ ચાર્ટ તૈયાર કરી લોકો જોઈ શકે તે રીતે મુકવાનો રહેશે. |
. | કામોનો
નિકાલ સમય મર્યાદામાં થાય તે માટે વિવિધ કામો માટે કામગીરી અંગેનું
નિયંત્રણ રજીસ્ટર સંબંધિત તાલુકા/શાખાએ નિભાવવાનું રહેશે. જેની ચકાસણી
તાલુકા અધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા દર -૧૫ દિવસે
કરવાની રહેશે. અને યોગ્ય નિયંત્રણ રાખવાનું રહેશે. |