શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ
. | આ
કાર્યક્રમમાં નવજાત શિશુથી ૧૪ વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોના આરોગ્યની
જવાબદારી રાજ્યની આરોગ્ય વિભાગ દ્વારા નિભાવવામાં આવે છે. |
. | બાળકોમાં
પાંડુરોગ જેવી બીમારીઓથી માંડી, હૃદય, કીડની અને કેન્સર જેવી ગંભીર
બીમારીઓની સારવારમાં રાજ્યમાં તેમજ રાજ્ય બહારની ખ્યાતનામ હોસ્પિટલોમાં
વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત પ્રતિ વર્ષ અંદાજે એક
કરોડ જેટલાં બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. |
. | જે
બાળકોને સંદર્ભ સેવાની જરૂર છે તેવાં બાળકોને જિલ્લાની સિવિલ
હોસ્પિટલમાં મોકલી અપાય છે. જ્યાં બાળરોગ-નિષ્ણાત, આંખના સર્જન,
કાન-નાક-ગળાના સર્જન, દંત સર્જન, ચામડીના રોગોના નિષ્ણાંત વગેરે નિષ્ણાતો
દ્વારા તબીબી સારવાર આપવામાં આવે છે. |
. | જે બાળકોની દ્રષ્ટિની ખામી હોય તેવાં બાળકોને વિનામૂલ્યે ચશ્મા પૂરા પાડવામાં આવે છે. | |
. | રાજ્ય સરકાર દર વર્ષે ૪૫૦ લાખ રૂપિય શાળા-આરોગ્ય કાર્યક્રમ માટે પૂરા પાડે છે. |
. | વિશ્વ
આરોગ્ય સંસ્થા યુનિસેફ, યુનેસ્કો અને વિશ્વબેન્કના સહકારથી
‘આરોગ્યવર્ધક શાળા-કાર્યક્રમ’ નો પાયોલોટ પ્રોજેકટ દેશમાં પ્રથમવાર
ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો છે. |
|
|