સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉજવણી
ઉજવણી
ભારતના આધ્યાત્મિક યુગપુરુષ સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મજયંતી અંતર્ગત
૧૨ જાન્યુઆરી ૨૦૧૩થી ૧૨ જાન્યુઆરી ૨૦૧૪ સુધી ચાલનારા સ્વામી વિવેકાનંદ
સાર્ધશતી સમારોહના આયોજન હેઠળ શનિવારે શાળાના વિધાર્થીઓ દ્વારા પ્રાર્થના
સભામાંવાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો પ્રાર્થના સભામાં વિધાર્થીઓએ
સ્વામીજીના જીવનપ્રસંગો પર વાતો કરી હતી તથા નવજીવન બી.એડ.કોલેજના
તાલીમાર્થીઓ પણ બાળકોને પ્રેરણા મળે તે માટે સરસ વતો કરી હતી. ત્યાર પછી
શાળા સંચાલક મંડળ જાગૃતિ ટ્રસ્ટ દ્વાર આયોજીત પ્રચાર-પ્રસાર રેલીમાં જોડાઈ
નરા લગાવતા ડીસાના નગરજનોની હાજરીમાં શોભાયાત્રા સવારે-૧૦.૦૦ કલાકે નગરના
સરદાર બાગ પાસે આવેલ સ્વામીજીની પ્રતિમાને હારારોપણ કર્યા હતા.આ વખતે
શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. બાદ દરેક વર્ણના ઉમટેલા
લોકોની હાજરીમાં શહેરમાં શોભાયાત્રા ફરી વળી હતી. વિદ્યાર્થીઓ સ્વામીજીના
આદર્શના રસ્તે ચાલવા શહેરમાં નીકળ્યા હતા. ત્યાર પછી ટ્રસ્ટના કાર્યાલય
ખાતેના વિશાળ હોલમાં શાળાના વિશાર્થીઓ તથા જાગૃતિ કન્યા વિધાલયની કન્યાઓ
દ્વાર સંચાલક મંડળના પ્રમુખશ્રી ડો. પી.એચ.ભાટી સાહેબ, નિયામકશ્રી શ્રી
અશ્ર્વિનભાઈ પરમાર, શ્રી હરીભાઈ દેસાઈ ,શ્રી વિનુંભાઈ પટેલ બન્ને શાળાના
કર્મચારીઓ અને બી.એડ.કોલેજના તાલીમાર્થીઓની હાજરીમાં ચિંતન સભા રાખવામાં
આવી હતી. જેમાં સ્વામીજીના જીવન પ્રસંગો પર વાતો થઈ હતી અને વિધાર્થીઓને
સ્વામીવિવેકાનંદનોવિશ્વાસ આધુનિક યુવા પેઢી પર હતો અને યુવાનોમાંથી
નિ:સ્વાર્થ કાર્યકર્તાઓને શોધી તેઓ દ્વારા સિહગર્જના કરીને ભારતની તમામ
સમસ્યાઓનું નિરાકરણ કરવાની આશા વ્યક્ત કરાઈ હતી. એક પ્રખર દેશભકત, રાષ્ટ્ર
નિર્માતા વિદેશી શાસનના કારણે ક્ષીણ થયેલ શકિત, પરાજિત મન તથા આત્મગ્લાનીથી
ગ્રસ્ત સમાજમાંરાષ્ટ્રવાદી વિચારોનું પુન: સંચાર કરનાર શ્રીરામકૃષ્ણ
પરમહંસના પરમ શિષ્યસ્વામી વિવેકાનંદને પોતાનો આદર્શ બનાવવા હાકલ કરવામાં
આવી હતી�
સ્થળ :
ડીસા
તારીખ :
12/01/2013