મારો જન્મ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામમાં મારા મોસાળમાં થયેલ.મારા પરિવારનો પરંપરાગત વ્યવસાય ખેતી અને પશુપાલન છે.મારા પિતાએ પોતે ધોરણ સાત સુધી અભ્યાસ કરી ને ખેતીનો વ્યવસાય અપનાવેલો હતો. મારું બાળપણ દિયોદર મુકામે આનંદથી વિત્યું છે. બાળપણમાં ખેતરોમાં ફરવું અને બાળગોઠીયા સાથે તે જમાનાની દેશી રમતો રમવાનો આનંદ આજે પણ યાદ કરીએ તો તે મને ને પ્રફુલિત કરે છે. પિતાજીએ અમો પાંચ ભાઈ અને એક બહેન સારુ શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નો કર્યા હતા. અને તેને પરિણામે અમે બધા આજે સારા વ્યવસાય કરી આનંદથી અમારુ જીવન સુખમાં વિતાવી રહ્યા છીએ. પ્રાથમિક શિક્ષણ દિયોદરમાં ઘરની સામે આવેલી પ્રાથમિક શાળા નં.૧ માં ધોરણ-૪ સુધી લીધું હતું. ધોરણ-૫થી ધોરણ- ૧૨ સુધીનો અભ્યાસ ગામની તે સમયની એક માત્ર શાળા શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલ, દિયોદર, તા.-દિયોદર માં કર્યો હતો.ધો.૧૦ ની એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ-૧૯૮૫ અને એચ.એસ.સી.ની પરીક્ષા માર્ચ- ૧૯૮૭માં ડીસા કેન્દ્રમાં આપીને પાસ કરી હતી.ત્યાર પછી શ્રી છોટુભાઈપુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝીકલ એજયુકેશન,રાજપીપલા ,જિલ્લો-.નર્મદામાં અભ્યાસ કરી બી.પી.ઈ.ની તાલીમી સ્નાતકની ડિગ્રી બાસ્કેટ બોલ મુખ્ય રમત અને એથ્લેટિક્સ ગૌણ રમત સાથે સને-૧૯૯૦ માં મેળવી હતી તથા ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ખાતે એમ.પી.ઈ.નો અનુસ્નાતક અભ્યાસક્રમ સને ૧૯૯૨ માં પુરો કર્યો હતો. તે સમયે ગુજરાત રાજ્યની એકા માત્ર કોલેજોમાં અભ્યાસ હોસ્ટેલ્માં રહીને કરવાના કારણે મને મોટી સંખ્યામાં મિત્રો મળ્યા હતા. મારા વિદ્યાર્થી કાળ દરમિયાન ખેલ્કુદ, કબડ્ડી-ખો-ખો, વોલિબોલ, ફૂટ્બોલ અને બાસ્કેટબોલ જેવી વિવિધા રમતોમાં શાલા અને આંતર કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લઈ મનગમતી પ્રવૃતિઓ કરી જીવનમાં આનંદ લીધો હતો તાલીમી સ્નાતક થયા પછી સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા,પાલનપુર મુકામે ૧૦ ઓકટોબર, ૧૯૯૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાઈ વ્યવસાયીક જીવનની શરૂઆત કરી હતી. સરકારી માધ્યમિક શાળા, કોલીવાડા, તા.સાંતરપુર, સરકારી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય,પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુર મુકામે અનુક્રમે મદદનિશ શિક્ષક અને મદદનીશ શિક્ષણ.નિરિક્ષક તરીકે ફરજો બજાવેલ છે.સત્તર- અઢાર વર્ષની સરકારી નોકરી પછી સને ૨૦૦૮થી પંચશીલ વિદ્યાલય, ડીસા ખાતે આચાર્ય તરીકે અનુદાનિત માધ્યમિક શાળામાં જોડાઈ અને આજ દિન સુધી આચાર્યની જગ્યા પર કાર્યરત છું. મારા શિક્ષક તરીકેનાં કાર્યકાળમાં એથ્લેટીકસ, વોલીબોલ, કબડ્ડી જેવી સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાની અને યુનિવર્સિટી કક્ષાએ રેફરી તરીકે સેવાઓ આપેલ છે. રાષ્ટ્ર કક્ષાની ગ્રામીણ સ્પર્ધામાં હરીયાણા મુકામે ટીમ મેનેજર તરીકે ગુજરાતની ટીમ સાથે ગયેલ છે. તથા લખનૈ (યુ.પી) મુકામે રાષ્ટ્ર કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તેમજ રાજય કક્ષાની ઘણી સ્પર્ધામાં વ્યવસ્થાપક તરીકે સેવાઓ શિક્ષક તરીકેના સમયમાં આપેલ છે.વિવિદ્ય રમતો રમવી અને વાંચન આ બે મારા જીવનમાં શોખ રહ્યા છે.
જીવનમાં દરેક તબક્કે મને ખુબ સારા મિત્રો મળ્યા છે. જેનો મને ખુબ આનંદ છે. જીવનમાં યુવાની પછીના પ્રવર્તમાન સમયના પડાવમાં શરીરની ક્ષમતાઓમાં હવે થોડી ઉણપ નો અહેસાસ મને થઈ રહ્યો છે. જીવનના દરેક તબક્કામાં હું પરિવાર અને મિત્રો થકી સતત નવું શિખતો રહ્યો છું. રમતોના નિયમોતથા કૌશલ્યો અધ્યન કરતાં કરતાં વહિવટી જગ્યાઓ પર કામ કરવાની તક મળતાં વહિવટી પુસ્તકો,ઠરાવો તથા પરિપત્રો નો અભ્યાસ કરવાની ટેવ પડી હતી. તે આજના સોસિયલ મિડિયાના યુગમાં ફેસબુક, બ્લોગ, ટ્વીટર જેવા માધ્યમનો ઉપયોગ કરી તે શેર કરી મિત્રોના સંપર્કમાં હમેશાં હુ રહેલો છું. મારી વ્યવસાયીક જીવનની યાત્રામાં બહોળા મિત્રો મળ્યા હતા. અને તેમાંથી મોટા ભાગના મિત્રો વય નિવૃત થઈ ગયા છે. અને જીવનમાં નવા મિત્રો મારી વ્યવસાયીક કારકીર્દીના આ છેલ્લા તબક્કામાં મારા જીવન્માં પ્રવેશી રહ્યા છે. મારી ઘટતી શારીરિક અને માનસિક ક્ષમતા વચ્ચે તેમની સાથે મારા વિચારો અને અનુભવો શેર કરવા માટે એક વેબસાઈટ બનાવવાનો વિચાર આવેલ હતો.વિચારને અમલમાં મુકવા હુ આ બનાસ જ્યોત વેબ સાઈટ બનાવી નવા મિત્રો વચ્ચે રહેવાનો એક પ્રયત્ન રૂપે પ્રયાસ કરી રહ્યો છું. હુ માનુ છું કે મારો આ પ્રયાસ મારા મિત્રો ને ઉપયોગી થશે અને તેઓને પસંદ પણ આવશે
આપનો સ્નેહી
નયનજી એ. પરમાર,ડીસા